कल्पितस्य वास्तविकीकरणम् जीवनम् ।


અગણિત ગતિમાન ઈમારતોની સામે મધ્યવર્તિ વૃક્ષ હું બનું.

कल्पितस्य वास्तविकीकरणम् जीवनम्…

“કાલ્પનિકતાથી વાસ્તવિકતા સુધીનું ખેડાણ એટલે જીવન…” સૌ કોઈ કહે છે જીવન બીજા માટે જીવો. પરંતુ મને તો એમ લાગે કે જીવન પોતાના માટે એવું જીવો કે તમારી આસપાસના રહેનારા સૌ કોઈ આનંદમય થૈં જાયે. મનમંદિરમાં આકાર પામી રહેલી એ બધી જ કલ્પનાઓ અને ધટનાઓને તેના મુકામ સુધી લઈ જવા માટે કરવામાં આવેલા પ્રયત્નો એ જ જીવનનો ખજાનો છે. મંઝિલ મળી જાય તો અધૂરપતાની ઉત્કંઠા વિસ્મિત બને… પણ, મુકામ સુધી પહોંચતા જીવાયેલી જિંદગીનો આકાર નિરાકારતાને સ્પર્શ કરવામાં મદદરુપ નિવડે. તથ્યો અને કારણોને અડી રહેવામાં જડતા આવે… એની સામે ધારેલું-વિચારેલું અને ક્યાંક-ક્યાંક અનુભવેલું એ બધું જીવનમાં કરવામાં બાહુમાં બળ ચઢે.

છતાંય, પરિપૂર્ણતાની વ્યાખ્યા દરેક માટે અલગ હોય શકે. કારણ કે आपदाशंकमानेन पुरुषेन विपश्चिता ની વાત બધાને ગળે ના ઊતરે. એના માટે રામને હ્રદયસ્થિત કરવા પડે.

બશીર બદ્ર સાહેબ જેમ કહે છે,
“वो नहीं मिला तो मलाल क्या, जो गुज़र गया सो गुज़र गया,

उसे याद करके ना दिल दुखा, जो गुज़र गया सो गुज़र गया।” 

એક દ્રષ્ટિકોણથી જોતા કવિનો મજબુત સ્વભાવ આ શે’અરમાં પ્રશંસાદ્રષ્ટ થાય છે. પણ અમારા વ્યક્તિત્વને સિક્કાની બીજી બાજુના આયામો જ આકર્ષિત કરે છે. હા, મારા દ્રષ્ટિકોણે હવે જડતા પગપેસારો કરે છે, એવું લાગે… પણ, જ્યાં જડતા તેજસ્વિતા લઈને ઊભી હોય, ત્યાં અડગ રહેવું જ કર્મ-ધર્મ બને છે. શા કારણથી જીવનના તબક્કાઓ અને ઈચ્છાઓને પરાણે છોડી દેવી? આપણે આર્યો અને મહાન કૃષ્ણદ્ધૈપાયાન વ્યાસના વંશજો છીએ. ઈતિહાસની દરેક ધટના એ આપણા રક્તમાં વણાયેલું શ્વેતકણ છે. જે પામવું હોય તે પામી શકવાની ખેવના અને સક્ષમતા આપણામાં છે જ… जो गुज़र गया सो गुज़र गया સામે હું આંગળી ચિંધવા નાનો પડું…પણ, પ્રયત્નબળ તો “સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય” ની વાતને સાબિત કરશે જ…

બીજી એક વાત, સપનાઓ સાકાર કરવા માટે એક મહત્વનો માર્ગ આદિ કાવ્ય રામાયણમાં પ્રશિષ્ટ થયો એવું મને લાગે…
“तद्ब्रूहि वचनं देवि राज्ञो यदभिकाङ्क्षितम्।
करिष्ये प्रतिजाने च रामो द्विर्नाभिभाषते ॥ २.१८.३०

અર્થબ્રહ્મને સમજીએ તો કહેલા વચનને પાળવું અને વિચાર-વાણિ-વર્તનને એકરુપ કરી જીવન જીવવું એ સ્વયંસિદ્ધિ છે. સત્યની કડવાશતા સત્યનો પ્રાણ છે. વાણિનો દેહ સત્યની આત્મા સાથે જોડવાથી જીવન જીવંત બનશે. 

અંતે, આજનો મારો ત્રેવીસમો જન્મદિન મારી કલ્પનાઓને સાકાર વાસ્તવિકતાના પ્રયત્નોમાં દિર્ઘદ્રષ્ટિ આપી આવનારા જન્મદિનોમાં काल्पनिकस्य वास्तविकत्व प्रदानाय कृताः प्रकृष्टाः यत्नाः एव जीवनम् ની પરિભાષાને સાકારીત કરે એ જ ઝંખના. ને, “ARJUN REDDY” નામક તેલુગુ ફિલ્મની પટકથાના પ્રાથમિક ભજવાતી કવિતા કૈંક ગૂઢ કહી જાય છે, જે રજુ કરું છું…

“ये खाली स्थान से भरा अनंत क्षेत्र हैं…
इस महासागर में उभरने वाले कंपन-
आसमान की चुप्पी में परिलक्षित होते हैं।
ईस अनछुइ शुद्धता से छुइ गइ आत्माओं को
कभी भी दूर,
परिस्थिती या आपदाओं से अलग नहीं किया।
ये आत्माएं लग सकती हैं,
लेकिन उनमें ऐक ही जान बसती हैं।।

#રાહબર કથન : સત્યતા એ જીવનની આધ્યાત્મિક સમૃદ્ધિ છે. સમૃદ્ધિને વધારવા મોહ-સ્વાર્થ જરુરી છે. જો બધી જ બાબતોમાં સ્વાર્થ પગપેસારો કરે છે, તો બીજી બાજુના આયામોમાં “રામાયણ”ને જીવનમા લાવવાનો સ્વાર્થ કરવો જોઈએ. પછી જુઓ, જીંદગી તમને શું આપે છે!!!

ઢીંમર દિવેન
૧૪.૦૫.૨૦૧૯

6 thoughts on “कल्पितस्य वास्तविकीकरणम् जीवनम् ।

  1. સૌથી પહેલા તો જન્મ દિવસની ખૂબ ખૂબ શુભકામના. જીવન માટેના ખૂબ સરસ વિચાર પ્રગટ કરવા બદલ ધન્યવાદ.
    અભિનંદન…

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s